Harsha vaidya

ભરુચ (ગુજરાત)

મેં સેન્ટ ઝેવિયર્સ કોલેજ માં થી ગુજરાતી સાહિત્યમાં ગ્રેજ્યુએશન કર્યું છે. પ્રોફેસર-ચીમનભાઈ પટેલ ,અને શ્રી.ચંદ્રહાસ મજુમદાર. સંસ્કૃત ના પ્રોફેસર -શ્રી ગૌતમભાઈ પટેલ,અને શ્રી.મૃગાક્ષી શાહ.સુગમ સંગીત નું શિક્ષણ અમદાવાદમાં ભવન’સ કોલેજમાં સાંજના ચાલતા ક્લાસીસમાં શ્રી રાસબિહારી દેસાઈ પાસે લીધું.સંગીતમાં શિક્ષા વિશારદ -બી -એડના ગુરુ-શ્રીમતી સુધાબેન માથુર-તેઓ શ્રી વી.જી.જોગસાહેબના પટ્ટશિષ્ય હતા.મારા ઉપર આટલા બધા ગુરુઓનો હાથ છે. મને મારા તમામ ગુરુઓ પર ગર્વ છે. મારી જીવન યાત્રામાં મેં જોયેલા,જાણેલા અને જાતન કરીને જાળવેલાનું શબ્દરૂપ,એટલે ‘મારી જીવન સંધ્યાનો ઉજાસ.’.. મારા આ લખાણ નો મૂળ મંત્ર, “એક એક ફુલ લઇ,સોયમાં પરોવું ને, અંતરમાં એક એક પાંખડીઓ ખુલે, આતો સ્મરણોના ફુલ,એમાં હોય નહી શૂળ, એવા નવરંગી ફૂલોની માળાઓ ઝૂલે, મારા મનના હિંડોળે.” અને મારા જીવનનો મૂળ મંત્ર: “સ્મૃતિમાં જેની મીઠાશ જળવાય,એ જ સાચું જીવન, બીજું બધું ભૂલી જાઓ,માફ કરો અને આગળ વધો.”

  • Work
    • ગૃહિણી.
  • Education
    • બી.એ.ગુજરાતી અને સંસ્કૃત સાહિત્ય સાથે અને બ્.એડ.(શિક્ષા વિશારદ સંગીત વિષય સાથે.)