rishabh makwana
મને એનું નથી દુઃખ કે મુલાકાતો નથી થાતી !
બધે સળગે છે
ચિરાગ ને અહીં રાતો નથી થાતી.
જીવનની વેદનાનો એટલો રસ્તો નથી
મળતો,
બધાની સાથ કંઇ દિલની બધી વાતો નથી થાતી.
...
હતી
એ વાત જુદી કે સતત એ આવતા મળવા,
હવે હું જાઉં છું તોપણ મુલાકાતો
નથી થાતી.
કોઇની લાગણીને સાચવી લેવાનું આ ફળ છે,
અમારાથી
અમસ્તી પણ કશી વાતો નથી થાતી.
અમે પણ પ્રેમની પ્રસ્તાવના કીધી
નહીં ,
અને એના તરફથી પણ શરૂઆતો નથી થાતી..
એક મધ્યમવર્ગીય પરિવાર માં શ્રીમંત નો પ્રસંગ આવ્યો.બધી વિધિઓ પૂરી થયા પછી પત્ની પોતાને તેડવા આવેલા પિયરીયાઓ સાથે જવાની તૈયારી કરતી હોય છે.
ત્યારે પતિ એની પાસે આવીને ચુપચાપ એના હાથ માં 500 રૂપિયા મુકે છે,પત્ની આશ્ચર્ય સાથે બોલી "હું જયારે 3-4 દિવસ માટે મારા પિયર જાઉં છું ત્યારે તમે મને ખર્ચવા માટે 1000 રૂપિયા આપો છો , અને આજે જયારે હું 4 મહિના માટે પિયર જી રહી છું ત્યારે તમે મને માત્ર 500 રૂપિયા આપો છો? તમે આવા કંજૂસ ક્યારથી થઇ ગયા ? "
આ સંભાળીને પતિએ બહુ પ્રેમ થી જવાબ આપ્યો "હમણાં આટલા રૂપિયા લઇ જા,એ પુરા થાય એટલે મને ફોન કરજે એ આપવાને બહાને હું તારું મોઢું જોતો જઈશ."
.....
કિસ્સો કેવો સરસ મજાનો છે,
બેઉ વ્યક્તિ સુખી થયા નો છે,
પલ્લું તારી તરફ નમ્યા નો તને,
મુજને આનંદ ઉચે ગયા નો