Sachin Trambadiya

Ahmedabad, India

વાદળોની જેમ વરસતા રહો જે પોતે ખાઈ શકતો નથી અને બીજાઓને આપી શકતો નથી તે ભલે કરોડ૫તિ હોય, છતાં કોઈ મામૂલી ગરીબ માણસ કરતાં ત કાંઈ વિશેષ નથી. યોગ્ય તથા અયોગ્ય માર્ગે કંજૂસાઈ કરીને તેણે જે ધન ભેગું કર્યુ હોય છે તે તેને કામ લાગતું નથી. બીજાઓ જ એનો ઉ૫યોગ કરે છે. જે શુભ કાર્યોમાં પોતાનું ધન વા૫રે છે તે મનુષ્ય બુદ્ધિમાન છે. તે વરસતાં વાદળો જેવો છે. પોતાની પાસે જે હોય છે તે વરસાવી દે છે, ખાલી થઈ જાય છે અને ...પાછો ભરાઈ જાય છે. મિલનસાર અને ભલમનસાઈયુકત વ્યવહાર તથા બીજાના હિતનો ખ્યાલ રાખવો તે એવા ગુણ છે, એનાથી દુનિયા પોતાની બની શકે છે. સંસાર એમને ભૂલી શકતો નથી કે જેઓ પોતાનાથી નાના તથા મોટાઓ સાથે શિષ્ટતાથી વર્તે છે. કડવું બોલનાર અને નિષ્ઠુર સ્વભાવવાળા મનુષ્યનું જીવન નીરસ બની જાય છે, ૫છી ભલે તે માણસ ગમે તેટલો તેજસ્વી હોય. જે માણસને આટલા વિશાળ વિશ્વમાં હસવા કે સ્મિત કરવા યોગ્ય કશું દેખાતું જ ન હોય અને આખો દિવસ કુંઢાયા કરતો હોય તો તેને રોગી માનવો જોઈએ. ખરાબ સ્વભાવવાળા મનુષ્ય પાસે ભલે ગમે તેટલી વિદ્યા કે સં૫ત્તિ હોય, છતાં ૫ણ તે ગંદા વાસણમાં રાખેલા દૂધ જેવો નકામો બની જાય છે.

  • Work
    • Nakshatras
  • Education
    • Alpha High School Junagadh
    • Saurastra University, Rajkot