મધુ-પુંજ
નિવૃત્તિ એટલે જીંદગીમાં ૫૦-૬૦ વર્ષ સુધી કરેલ પ્રવૃત્તિનો ત્યાગ અને છ દાયકા દરમ્યાનસાંસારિક 'ધર્મ' બજાવતા મેળવેલ ધન-સંપત્તિ/(અર્થ) અને કુટુંબ વંશ-વારસ/(કામ)ની જે કાઈ પણ પ્રાપ્તિ કરી હોય તેનો સંતોષ માની લઇને આખરી ધ્યેય "મોક્ષ" તરફ પ્રયાણ કરવું.પણ ધંધાદારી અને વ્યવસાયિક લોકો આદતની મજબૂરીને કારણે નિવૃત્તિ સ્વીકારી શકતા નથી. તો નોકરિયાત લોકો નોકરીમાંથી તો છુટા થાય છે, પણ આયોજનના અભાવે અને માયાના પ્રભાવે રજસ -તમસ ગુણોના પ્રભાવમાં મોક્ષ પ્રાપ્તિનું આખરી ધ્યેય ભૂલી ઘણુખરું જીવન યાત્રા પૂરી કરે છે. નિવૃત્તિમાં મોક્ષ તરફ પ્રયાણ કેમ કરવું ? તેનો સરળ જવાબ છે, પૂર્વે જ્ઞાની લોકો જે માર્ગે ચાલ્યા હતા તે રીતે ચાલવાની-જીવવાની કોશીસ કરવી. અને પૂર્વે જ્ઞાની લોકોએ શું કર્યું હતું, તેની જાણ આપણને કથા-વાર્તા-ભજન-કીર્તનના માધ્યમ દ્વારા મળી શકે છે. હાલના ઈન્ટરનેટના માહિતી યુગમાં પુસ્તકો,લેખો અને દ્રશ્ય-શ્રવણ સાહિત્ય તો અગણિત પ્રમાણમાં ઉપલબ્ધ છે, પણ "રજસ-તમસ-સત્વ" ગુણોની બનેલી ભેળ-પૂરી રૂપે છે. નેટ ઉપર ઉપલબ્ધ કેવળ "સત્વ" ગુણ આધારિત "શ્રવણ" માધ્યમના મારી પસંદગીના પુષ્પો માંથી પ્રાપ્ત થયેલ મધુનો સંચય કરી આ બ્લોગ ઉપર મધુ-પુંજ રૂપે મુકવાનો મારો આ નમ્ર-પ્રયાસ છે. આપની પાસે પણ સત્વગુણી પ્રવર્ચન કે ભજન-કીર્તન ની ઓડિયો હોય તો આપના નામ/ફોટા સાથે આ સાઈટ ઉપર ગુણવત્તાના ધોરણે અપલોડ કરવામાં આવશે.
સંપર્ક :-