Girimalsinh Chavda

Artist, Actor, and Writer in Vadodara, India

Read my blog

ગિરિમાલસિંહ ચાવડા ગુજરાતી ભાષામાં લખતા યુવા સાહિત્યકાર અને ગુજરાતી શોર્ટ ફિલ્મ નિર્માતા આ નામ અત્યારે માન ભેર લેવાય રહ્યું છે જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના કોયલાણા ગામના એક ખેડૂત પરિવારમાં સુરુભા બનુબા ચાવડાના ઘરે જન્મ.જૂનાગઢ જિલ્લામાં એમનું શૈક્ષણિક કાર્ય પૂર્ણ કર્યું. બેચ્રલ ઓફ કોમ્પ્યુટર એપ્લીકેશન માં અભ્યાસ પૂર્ણ કરી IT કંપનીમાં એસોસિયેટ કન્સલ્ટન્ટ તરીકે ફરજ બજાવી રહ્યા છે, અને સાથે સાથે તેઓ પોતાની કારકિર્દી લેખન અને ફિલ્મ ક્ષેત્રે બનાવી રહ્યા છે. માત્ર ૨૪ વર્ષની ઉંમરે તેમણે પોતાની પ્રથમ ગુજરાતી શોર્ટ ફિલ્મ "સંતાન" રજૂ કરી હતી. જેને ગુજરાતના લોકોએ હર્ષ સાથે વધાવી હતી. ટૂંકી વાર્તા કથા નવલકથા અખબાર ની અંદર લેખ ફિલ્મ ટીવીની કથા-પટકથા જેવા દરેક ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. સાથે ગુજરાતી મેગેઝિન રાજપુત શક્તિ મેગેઝીન, ગાંધીનગર રાજપૂત મેગેઝીન, સમન્વય અને સ્પંદન મેગેઝીન અને અખબારી કોલમ પણ લખી રહ્યા છે.

ગિરિમાલસિંહ ચાવડા અત્યાર સુધીમાં યુથ આઈકોન એવોર્ડ નોમિની અને ગીર ગુજરાત એવોર્ડ નોમિની રહી ચૂક્યા છે અને ગુજરાત સીને મીડિયા એવોર્ડ 2021 માં સ્પેશિયલ અચિવમેન્ટ એવોર્ડ, ગર્વ થી ગુજરાતી 2021 તરીકે સન્માનિત થઈ ચૂક્યા છે. મોટીવેશનલ સ્પીકર તરીકે અત્યાર સુધીમાં 15 જેટલા સેમિનાર આપ્યા છે. સમાજ સેવાના કાર્ય અર્થે "Let's Share" નામનો એનજીઓ પણ ચલાવે છે. અનાથ બાળકોના ભણતરથી લઈ જીવન જરૂરિયાત સુધીની બધી વસ્તુઓ પૂરી પાડવામાં આવે છે. કો-ઓથર તરિકે "પ્રેરણા ના પગથીયા", "સ્નેહનો સંગાથ", "અવસર", "સારમાં વિસ્તાર" અને "Mine" બુક પ્રકાશિત કરી લેખનના વિવિધ આયામો સર કરી રહ્યા છે.

લોકોના હિત અને મદદ માટે ગિરિમાલ સિંહ ચાવડા "ગીરી" હમેશાં ની માટે સક્રિય છે.

  • Work
    • AtoS Ind Pvt Ltd.